સંજય મિશ્રાએ શૂટિંગના પહેલા દિવસે જ આપ્યા 25થી વધુ ટેક

બોલિવૂડ અભિનેતા સંજય મિશ્રાનો જન્મદિવસ હતો. તે 58 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ 6 ઓક્ટોબર 1963ના રોજ બિહારના દરભંગાના નાના ગામ સાકરીમાં થયો હતો. તેમના પિતા PIBમાં કામ કરતા હતા અને તેમના દાદા દાદી ભારતીય સેવા અધિકારી હતા. સરકારી નોકરીના કારણે તેના પિતાની વારાણસીમાં બદલી થઈ ગઈ હતી. સંજય મિશ્રાએ અહીં BHU ની કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો અને અભિનયનો અભ્યાસ કર્યો. સંજય વર્ષ 1989માં સ્નાતક થયા.

સંજય મિશ્રાએ વર્ષ 1995માં ફિલ્મ ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેને ખૂબ નાના, હાર્મોનિયમ પ્લેયરનો રોલ મળ્યો. આ પછી તેણે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સ્ટાર ‘રાજકુમાર’ ફિલ્મમાં કામ કર્યું. વર્ષ 1998માં તેમણે ફિલ્મ ‘સત્ય’માં કામ કર્યું હતું. બંને ફિલ્મો સુપરહિટ બની. પરંતુ બંનેમાં તેની ખુબ જ નાની ભૂમિકા હતી. ફિલ્મોમાં પ્રવેશતા પહેલા, તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું. તેણે અમિતાભ બચ્ચન સાથે ઠંડા પીણાની જાહેરાત પણ કરી હતી. વર્ષ 1991માં તેમને ટીવી સિરિયલ ‘ચાણક્ય’માં કામ કરવાની તક મળી. પરંતુ શૂટિંગના પહેલા જ દિવસે તેણે 28 ટેક આપ્યા હતા. સંજય મિશ્રા તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. તેમને વર્ષ 2010 માં ફિલ્મ ‘ફાસ ગયે રે ઓબામા’ માટે બેસ્ટ એક્ટર અપ્સરાનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2014 માં ફિલ્મ ‘આંખો દેખી’ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) મળ્યો હતો. આ સિવાય તેમને અલગ અલગ એવોર્ડ શોમાં ‘મસાન’ અને ‘કામયાબ’ ફિલ્મો માટે નામાંકન અને પુરસ્કારો મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *