IPL 2022માં અમદાવાદની ટીમ રમશે

IPLની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ IPL માં 2022 થી 8 ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતા જોવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે. હરાજીમાં અમદાવાદને CVC કેપિટલને રૂ. 5625 કરોડમાં જ્યારે લખનૌને RP Sanjiv Goenka Group એ રૂ. 7090 કરોડમાં ખરીદ્યું હતું. એટલે કે BCCIને બંને ટીમો પાસેથી લગભગ 12,715 કરોડ રૂપિયા મળી ગયા છે. જ્યારે એક નામ ચેનલથી વાત કરતા સંજીવ ગોયેનકાએ જણાવ્યું છે કે, તે IPLમાં પરત ફરીને ખુશ છે. આ તો માત્ર શરૂઆત છે. અમે સારી ટીમ બનાવીશું. આ પહેલા ગ્રુપે પુણેની ટીમ ખરીદી હતી. આ ટીમ 2016 અને 2017માં પણ આઈપીએલમાં રમી હતી. આગામી સિઝનમાં તમામ ટીમો 14 મેચ રમશે. 7 ઘરમાં અને 7 ઘરની બહાર. કુલ 74 મેચો રમાશે. જ્યારે વર્તમાન સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગની ટીમો આ પ્રકાર છે ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS), દિલ્હી કેપિટલ્સ (DC),કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (MI),પંજાબ કિંગ્સ (PBKS),રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), અને સન રાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *