આર્યન ખાન બરાબરનો ફસાયો, આટલા રાજ્યોની NCBની ટીમોએ શરૂ કરી તપાસ

નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)એ તાજેતરમાં જ મુંબઇથી ગોવા જઇ રહેલી એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કરવાના મામલામાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. આમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) દીકરો આર્યન ખાન (Aryan Khan) પણ સામેલ છે. હવે મુંબઇ પોલીસના સુત્રોએ કહ્યું કે આ ક્રૂઝની ઇવેન્ટ વિશે કોઇ જાણકારી ન હતી આપવામાં આવી. પોલીસનુ એ પણ કહેવુ છે કે આ પાર્ટી સાથે જોડાયેલી કોઇપણ મંજૂરી મુંબઇ પોલીસ પાસેથી ન હતી લેવામાં આવી. મુંબઇ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની NCB ટીમો પણ આ ઇન્વેસ્ટીગેશનમાં જોડાઇ ગઇ છે. આ ટીમો 4 લોકોને લઇને મુંબઇ NCBની ઓફિસ પહોંચી છે. અત્યાર સુધી ફક્ત 11 લોકોની ધરપકડની પુષ્ટી થઇ છે. આમાં આર્યન ખાન સહિત 8 લોકો ક્રૂઝમાંથી, અરબાઝ મર્ચન્ટનો દોસ્ત શ્રેયસ, 1 શખ્સ જોગેશ્વરીમાંથી અને 1ની ઓડિશામાંથી ધરપકડ કરાઇ છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીની કસ્ટડીમાં છે, હવે તેની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. આ હાઇપ્રૉફાઇલ કેસથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચી ગઇ છે. ફેન્સથી લઇને તમામ સેલેબ્સ આ ખરાબ સમયમાં શાહરૂખ ખાનના પરિવારને સપોર્ટ કરતો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે, આર્યન ખાન અને તમામ 8 આરોપીઓને આજે કોર્ટમાં હાજર થવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *