ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીના કારણે 2 મહિના માટે આ 6 ટ્રેન રદ્દ

દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતા જ કાતિલ ઠંડીનો અહેસાસ થી રહ્યો છે. લોકો હવે જોગિંગ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તર ભારતના બદલાતા હવામાનની અસર ટ્રેન પર પડી છે. ઉત્તર ભારતમાં ઓછી વિઝીબિલિટી અને બરફ વર્ષા ને કારણે 6 ટ્રેન રદ થઈ હતી. જેમાં બાંદ્રા ગોરખપુર, બાંદ્રા હરિદ્વાર, વલસાડ હરિદ્વાર, અમદાવાદ સુલતાનપુર, અમદાવાદ વારાણસી અને ઉજજેન દહેરાદૂન ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે બે મહિના માટે 6 ટ્રેન રદ કરાતા મુસાફરોને હાલાકી થઈ રહી છે. એડવાન્સ બુકીંગ કરનારા મુસાફરો પરેશાન છે. એડવાન્સ બુકીંગ કરાવનારા મુસાફરોને રેલવે તંત્ર દ્વારા રિફંડ આપવામાં આવશે. હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનચાલકોને વાહનોની લાઈટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે જેના લીધે રેલ્વે પર પણ માઠી અસર પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *