ઝાયરા વસીમે બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત PHOTO શેર કર્યો

‘દંગલ’ (Dangal) અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ (Secret Superstar) જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ઝાયરા વસીમે (Zaira Wasim) બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ઝાયરાએ કહ્યું હતું કે, તે એક્ટિંગ કરિયર છોડી રહી છે કેમકે એ તેની ધાર્મિક માન્યતા અને આસ્થાથી મેળ નથી ખાતું. ત્યારબાદ ઝાયરાએ બધા જ ફોટો સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ડિલીટ કરી નાખ્યા હતા. ઝાયરા વસીમ એક પુલ પર ફરતી જોવા મળી છે. ઝાયરાએ બુરખો પહેર્યો છે અને તેની પીઠ કેમેરા તરફ છે. ફોટોમાં તેનો ચહેરો નથી દેખાતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘ઓક્ટોબરનો તપતો સૂરજ.’ પૂર્વ એક્ટ્રેસના આ ફોટો પર અત્યારસુધી 1 લાખથી વધુ લાઈક આવી ચૂકી છે. ઝાયરાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર છાપ છોડી છે અને નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. 2019માં ઝાયરાએ ફેસબુક પર લાંબી પોસ્ટ મૂકી હતી અને તેને દરેક જગ્યાએ શેર કરી હતી. ઝાયરા છેલ્લે પ્રિયંકા ચોપરા સાથે ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્રણ પણ મહત્વની ફિલ્મો કર્યા બાદ તે એક અદભુત અદાકારા તરીકે સ્થાપિત થઈ હતી એટલે તેના બોલિવુડ છોડવા અંગે ચાહકો અત્યંત નિરાશ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *