શું તમે પણ ગરદન અને ખભાના દુખાવાના કારણે પરેશાન છો? દુખાવો આટલુ વધારે છે કે રાત્રે ઉંઘ પણ નથી આવતી.
તમે જાણો છો કે પીઠના ઉપરી ભાગ એટલે કે ગરદન અને ખભામાં દુખાવા હોવાના કારણ શું છે. આ દુખાવાનો સૌથી મોટું કારણ સ્કાઉચિંગ એટલે કે સૂતા અને બેસવાનો તરીકો જવાબદાર છે.
રાત્રે સૂતા સમયે ખોટા પેશ્ચરના કારણે આ દુખાવો હોઈ શકે છે જેને અવગણુ નહી કરી શકાય. આ દુખાવાના કારણે તમારો ઉઠવો-બેસવો અને સોવુ બધુ અઘરું થઈ જાય છે.
તેથી જરૂરી છે કે તેનો સમય પર ઉપચાર કરાય. આવો જાણીએ છે કે આ દુખાવાથી છુટકારો મેળવા માટે કયાં-કયાં ઉપાયને અજમાવી શકો છો.
સૌથી પહેલા ઓશીંકો
તમને એવો ઓશીંકો ઉપયોગ કરવો જોઈએ જે ગરદન અને પીઠને આરામ આપે. ખભા અને પીઠના દુખાવાના કારણ તમારો ઓશીંકો હોઈ શકે છે.
તમે જે ઓશીંકા પર સૂઈ રહ્યા છો તે ઓશીંકા તમારા દુખાવાનો કારણ હોઈ શકે છે. ઘણીવાર ઓશીંકાના અંદરનો મટેરિયલ ફાટી જાય છે.
તો ઓશીંકાનો શેપ બગડી જાય છે જે પીઠના દુખાવાનો સૌથી મોટું કારણ છે. તમારી સ્લીપિંગ પોજીશનના મુજબ જ તમે તમારા ઓશીંકાને પસંદ કરવું.
જો સૂતા સમયે પીઠમાં દુખાવો રહે છે તો ટૉવેલનો એક રોલ બનાવીને પીઠની નીચે લગાવો અને પછી સૂવો. ટૉવેલ લગાવતા દુખાવામાં રાહત મળશે સાથે જ તમને સારી ઉંઘ પણ આવશે.
ઘૂંટણના વચ્ચે ઓશીંકુ લગાવીને સૂવો
બન્ને ઘૂંટણન વચ્ચે ઓશીંકુ રાખી સૂવાથી તમને દુખાવાથી રાહત મળશે અને ઉંઘ પણ નિરાંતે આવશે.
ધૂંટણના વચ્ચે ઓશીંકું કરોડરજ્જુ અને હિપ્સને સારી સ્થિતિમાં રાખવામાં મદદ કરશે.
સ્ટ્રેચિંગ અને એક્સસાઈજ કરવી
સતત પીઠ અને ખભાના દુખાવાથી પરેશાન છો તો તમે સૌથી પહેલા તમારી લાઈફસ્ટાઈલ બદલવી. સ્ટ્રેચિંગ અને એક્સરસાઈજ કરવાની ટેવ નાખો.
પીઠમાં વધારે દુખાવો રહેવાથી તમે કોબ્રા પોઝ, કાઉ પોઝ, ચાઈલ્ડ પોઝ જેવી સ્ટ્રેચિંગ કરી શકે છે. તે સિવાય વૉકિંગ, જંપિંગ, વૉકિંગ, જૉગિંગ ને તમારી લાઈફમાં જરૂર શામેલ કરવું.
આ એક્સરસાઈજની સ્ટિફનેસ દૂર કરશે અને જલ્દી જ તમને રાહત પણ મળશે.