વધુ પડતું એલ્યુમીનીયમનું સેવન અલ્ઝાયમર કરે

આજે ભાગદોડભરી જીંદગીમાં નોકરી અને વ્યવસાય કરતા અને વિદ્યાર્થીઓ સમય બચાવવા અને ભોજન ગરમ રાખવા એલ્યુમીનીયમ ફોયલનો ઉપયોગ કરતા હોય છે.

આજકાલ આ ટ્રેંડ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભોજન તેમાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ રહે છે. પરંતુ આવો ખોરાક તમારા સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોચાડી રહયો છે.

આ વરખ વાપરવાથી તેના કેમીકલ્સ ખોરાક સાથે ભળી જવાથી મસાલા અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે.

અને તેનાથી કેન્સર, હૃદય રોગ સહિતની ગંભીર બીમારીઓ થઇ શકે છે.

તમારા હાડકા લાંબાગાળે નબળા પડી શકે છે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર; વધુ પડતું એલ્યુમીનીયમનું સેવન અલ્ઝાયમર કરે છે, અને મગજના કોષોનું ઉત્પાદન ઘટાડે છે. તેમજ અસ્થમા અને દમની બીમારી પણ લાંબાગાળે પેદા કરી શકે છે.

આ માટે જ ભોજન ઓર્ગનિક કાગળમાં પેક કરવું જોઈએ. તેમજ ગરમ ખોરાક સીધો જ પેક કરવાનું ટાળો.
એસિડીક, સાયત્રસ પ્રકારના ફળો અને મસાલા કાગળ કે વરખમાં પેક ના કરવા જોઈએ.

વરખમાં ગરમ ભોજન પેક કરવાથી તે પીગળે છે, જેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *