સંસ્કારીનગરીમાં પણ વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું

સંસ્કારીનગરીમાં પણ વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સમા વિસ્તારમાં વિદેશી દારૂના વેપલાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ છે. જોકે પોલીસનું કહેવું છે કે, વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરવી પડશે.

પોલીસ રોજબરોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થાને ઝડપે છે, છતાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં 24 કલાક દારૂ મળી રહે છે. તાજેતરમાં શહેરમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે.

વાઇરલ થયેલો આ વીડિયો સમા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતાં સમા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં એક વ્યક્તિ વિદેશી દારૂની 4 નાની બોટલ લઈને આવે છે અને એક વ્યક્તિને આપે છે. બદલામાં તે નાણાં લેતો નજરે પડે છે. આ અંગે સમા પોલીસને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયો છે, પરંતુ એ ક્યાંનો છે તે તપાસ કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *