સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના પગલે હજારો વૃક્ષો ધરાશાયી થયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના પગલે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે.

આ સમયે રાજકોટના એક શિક્ષિકાએ અનોખો સંકલ્પ કરી વૃક્ષારોપણ શરૂ કર્યુ છે. તેઓએ સંકલ્પ લીધો છે કે, ચોમાસાના ચાર મહિના રોજના 6 વૃક્ષ વાવી માવજત ન કરે ત્યાં સુધી પાણી ન પીવું. તેઓ છેલ્લા 4 વર્ષથી આ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરી રહ્યાં છે.

અત્યાર સુધી 15 જૂનથી દરવર્ષે અભિયાન શરૂ કરનાર શિક્ષિકાએ આ વખતે તાઉ-તે વેરેલા વિનાશ અને કોરોનાએ ઓક્સિજનનું મહત્વ સમજાવતા આ વર્ષે 15 મેથી જ અભિયાન વેગવંતુ કરી દીધું છે. રાજકોટની વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડે અનોખો સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી તેઓ દરરોજના 6 વૃક્ષ વાવશે નહીં ત્યાં સુધી પાણી નહીં પીએ તેવો સંકલ્પ કર્યો છે. સૌરાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડાને કારણે જ હજારો વૃક્ષો નાશ પામ્યા હોવાથી સામાન્ય રીતે 15 જૂન બાદ શરૂ થતી વૃક્ષારોપણની કામગીરી વહેલી શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *