અમદાવાદ શહેર 42.3 ડિગ્રી સાથે હોટેસ્ટ સાથે નોધાયું

એક તરફ કોરોના કેસ સતત વધતાં રહ્યાં છે ત્યારે અમદાવાદ 42.૩ ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર નોધાયું .અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો વધુ જોવા મળી રહ્યો હતો . જેમાં સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી તાપમાન તેમજ ગાંધીનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોધાયું છે.
લોકો ગરમી થી રાહત મેળવવા માટે ઠંડાપીણા નો ઉપયોગ કરી રહ્યા છે . ત્યારે રાજય માં હવામાન વિભાગ દ્વારા હજુ તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *