સુરતમાં મ્યુકોરમાઈકોસીસ બીમારી જીવલેણ બની 10 ના મોત થયાં

ગુજરાતમાં કોરોનાની સાથે હવે ફંગલ ઇન્ફેકશન એટલે કે “મ્યુકર માઈકોસીસ’ની ની બિમારીના સતત વધી રહેતાં કેસમાં સુરતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. રાજકીય અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ‘મ્યુકર માઈકોસીસ’ની બિમારી સતત વધી રહી છે. જેમાં કોરોનામાંથી બહાર આવીને સ્વસ્થ થયા છે અને જેમને ડાયાબીટીસની બિમારી છે અથવા વધી છે તેઓને આ રોગ જીવલેણ સાબીત થાય છે.
કાલી ફેગસ તરીકે ઓળખાતી આ બીમારી નાક, કાન, આંખમાં એક પ્રકારના ફેગસની અસર કરે છે અને દર્દીને બચાવવા આંખ કાઢી નાખવી પડે એ હદ સુધી આ રોગ પ્રસરી ગયો છે અને આ રોગ નાક અને આંખ મારફત છેક મગજ સુધી પહોંચી જાય છે જે પછી મૃત્યુ સુધીનું કારણ બની રહે છે.

સુરતની કીરણ હોસ્પીટલ નાક, કાન, ગળાના સ્પેશ્યાલીસ્ટ ડો. ભાવિન પટેલનું કહેવું છે કે કોરોનાની બિમારી બાદ જેઓને ડાયાબીટીસ છે તેઓને આ બીમારી વધુ અસર કરે છે. તેમાં નાક, કાનમાં વારંવાર આંગળી ન નાખો. સ્વચ્છ રાખી ગરમ પાણી પીઓ તો સંક્રમણથી દૂર રહી શકાય છે. કોરોનાના ઈલાજમાં સ્ટેરોઈડના વધુ પડતા ઉપયોગ કે કોઈ વ્યક્તિ ખુદ સ્ટોરોઈડ લેતો હોય તો તેને માટે આ રોગની શકયતા વધારે છે. જેઓને ડાયાબીટીસ હોય તે સ્યુગર લેવલને કાબુમાં રાખે તે જરૂરી છે. ગુજરાતમાં આ પ્રકારના 400થી વધુ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *