અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ દર 10માંથી 4 બાળકો કોરોના પોઝિટિવ

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસમાં પુખ્ત અને વૃદ્ધોની સાથે હવે 1 થી 12 વર્ષના બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. શહેરમાં બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે જતાં 10 માંથી 4 બાળકોમાં કોરોના હોવાનું નિદાન થાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મોનાબેન દેસાઇ જણાવે છે કે, નાના બાળકો ઘરની બહાર ન નીકળતા હોવા છતાં ઘરના પરિવાર દ્વારા કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે.

હોસ્પિટલમાં વિવિધ રોગની સારવાર માટે આવતાં 10માંથી 4 બાળકોનો ટેસ્ટ કરાવતાં કોરોના હોવાનું નિદાન થાય છે. ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. વિનોદ ચૌધરી જણાવે છે કે, તાવ, શરદી, ખાંસી અને પેટમાં દુખાવાને સામાન્ય ગણવું મુશ્કેલ છે. કારણ કે, હાલમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના આ લક્ષણો હોવાથી આવી તકલીફો સાથે આવતાં 1થી 12 વર્ષનાં 10માંથી 5 બાળકો કોરોના ટેસ્ટિંગમાં પોઝિટિવ હોવાનું નિદાન થાય છે.

બાળકોમાં કોરોનાના લક્ષણોમાં શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુખાવો, શરીર-માથુ દુખે તેમજ 10માંથી 1 બાળકમાં વોમિટિંગ જોવા મળે છે. બાળકોને એન્ટિવાયરલ દવા અપાતી નથી, તેમજ બાળકોનું સિટી સ્કેન કરાવવું પણ હિતાવહ નથી. તેથી આવી પરિસ્થિતિમાં બાળકોને ઘરની બહાર ન નીકળવા જોઈએ. તેમનું ખાસ કરીને કોરોનાની મહામારીમાં ધ્યાન રાખવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *