મોદીએ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી સંતને ફોન કરીને કુંભ મેળામાં ભીડ ઓછી થાય એ માટે તેને સ્થગિત કરી દેવા કરી વિનંતી.

દેશમાં કોરોના વાયરસનો દિવસેને દિવસે અતિ વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બે શાહી સ્નાન બાદ હવે કુંભ મેળાને સ્થગિત રાખવામાં આવે તેવી અપીલ કરી છે. આ બાબતે પીએમ મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાત પણ કરી છે. અને કુંભ મેળામાં બે શાહી સ્નાન પૂર્ણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અનેક સંતો કોરોના પોઝિટિવ આવ્યાની વાત સામે આવી રહી છે. ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે મંં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને સ્થગિત રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક વધુ તાકાત મળશે.ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. તેમને તમામ સંતોના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય જ છે. તેમને જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો. કોરોનાના કેસ વધતા ગઇકાલે નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *