મુખ્યમંત્રી રૂપાણી : કુંભમાં ગયેલાં એકપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં, ફરજિયાત RTPCR ટેસ્ટ થશે અને આઇસોલેટ રહેવું પડશે. મુખ્યમંત્રી રૂપાણી

જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોના નિયંત્રણ માટે વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલાં એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના RT-PCR ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા માટે પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત બાદ જણાવ્યું છે કે, કુંભ મેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છેકે, એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના RTPCR ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઉભી કરી છે.

જેમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *