કોરોનાના મહામારીને કારણે CM રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ સહિત તમામ MLA ના પગાર માં 31 માર્ચ 2021 સુધી 30 ટકા કાપ

કોરોના મહામારીને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમહ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત તમામ મંત્રીઓ અને વિધાનસભા પદાધિકારીઓ સહિત તમામ ધારાસભ્યોના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ મૂકવા નિર્ણય કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી મંત્રીમંડળ બેઠકમાં પ્રકારના કાપ માટે કાયદો સુધારવા વિધેયક રજૂ કરવામાં આવશે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સમક્ષ જાહેર કરતાં જણાવ્યુ હતું કે, ૧લી એપ્રિલ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી સરકાર, વિધાનસભાના પદાધિકારી સહિત તમામ ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકા કાપ કરવામાં આવશે. આ નિર્ણયથી રૂ.૬ કરોડ ૨૭ લાખ જેટલી બચત થશે. આ રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

ઉપરાંત ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું હતું કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત તેમણે ગુજરાત સરકારમાં નિવૃત્તિ પછી કરાર મુજબ ફરજ બજાવતા કર્મચારીઓ- અધિકારીઓના પગારમા પણ એક વર્ષ માટે ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવશે. કેબિનેટની બેઠકમાં પગાર-ભથ્થા એક્ટમાં સુધારા ઉપરાંત, પાસા એક્ટના સુધારા માટે તેમજ નવા ગુંડા એક્ટના ડ્રાફ્ટના વટહુકમને મંજૂરી અપાઈ હતી.

બે વર્ષ પહેલા સપ્ટેમ્બર- ૨૦૧૮માં મંત્રી- ધારાસભ્યોના પગાર-ભથ્થામાં થયેલા વધારા અનુસાર મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને પદાધિકારીઓને હાલમાં મળતા રૂ.૧.૩૨ લાખ થી ૧.૪૦ લાખના પગારમાં કપાત આવતા હવે રૂ.૯૨ હજારથી ૯૯ હજાર આસપાસ પગાર મળશે. જ્યારે ધારાસભ્યોને મળતા હાલનો પગાર રૂ.૧.૧૬ લાખમાં કપાત ઘટીને રૂ.૮૨ હજાર આસપાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *