સુશાંતની હત્યાના કોઈ પુરાવા ન મળતા CBI હવે આત્મહત્યાના એંગલ પર કરશે તપાસ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ કરી રહેલી CBIએ આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની સતત 4 દિવસ માં ૩5 કલાક સુધી પૂછતાછ કરતાં અનેક રહસ્યો બહાર આવ્યા છે, પરંતુ સુશાંતની મોતનું રહસ્ય હજી સુધી ઉકલી શક્યું નથી.

CBI એ જણાવ્યુ હતું કે, હજી સુધી સુશાંત સિંહની હત્યાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. જોકે, હજી તપાસ ચાલુ છે. CBI હવે આત્મહત્યાના એંગલ પર તપાસ કરી રહ્યા છે. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે ક્યાંક તેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ તો નથી બની રહ્યો ને.

CBI ના જણાવ્યા અનુસાર ફોરેન્સિક રિપોર્ટ્સ, શંકાસ્પદોના નિવેદનો અને ક્રાઈમ સીનના રી-ક્રિએશનને જોઈએ તો તેમાં એવો કોઈ રિપોર્ટ નથી મળતો જે સુશાંતની હત્યા તરફ ઈશારો કરતાં હોય. જોકે હજુ તપાસ ચાલુ છે.

CBI એ આ કેસમાં મંગળવારે પ્રથમ વખત રિયા ચક્રવર્તીના માતા-પિતાની પૂછતાછ કરી હતી. રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી અને માતા સંધ્યા સવારે 11.00 વાગ્યે કાલિનામાં DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા અને સાંજે લગભગ 8 વાગ્યે ત્યાંથી નિકડ્યા હતા. CBI એ લગભગ આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની મંગળવારે પણ પૂછપરછ કરી હતી.

NCB એ મુંબઈમાંથી એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ બોલિવૂડ સેલિબ્રિટીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ વ્યક્તિની રિયા અને શૌવિક સાથે કોઈ કનેક્શન હતું કે નહીં તેની તપાસ કરાશે તેમ NCB એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *