ભારતરત્નથી સન્માનીત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન

ભારતરત્નથી સન્માનીત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આવેલી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પ્રણવ મુખરજીએ 10 તારીખે કોરોના પોઝિટિવ હોવાની વાત જાહેર કરી હતી.

પ્રણવ મુખર્જી એ 2012 થી 2017 સુધી ભારતના 13 મા રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું. પાંચ વર્ષની રાજકીય કારકિર્દીમાં પ્રણવ મુખર્જી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક આજે 11 વાગે  યોજશે. કેબિનેટની બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિના સમ્માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

પૂર્વા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે. તેમણે આપણા દેશના વિકાસ માટે એક અમિટ છાપ છોડી છે. તેઓ ખૂબ સ્કોલપ હતા. સમાજના દરેક વર્ગે તેમને પસંદ કર્યા છે. હું 2014માં દિલ્હી પહોંચ્યો. પહેલાં જ દિવસથી મને પ્રણવ મુખરજીએ માર્ગદર્શન આપ્યું છે. હંમેશા તેમનું સમર્થન અને આશિર્વાદ મળ્યા છે. હુ હંમેશા તેમની સામે મારી વાત રજૂ કરતો હતો. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને સમગ્ર ભારતમાં તેમના સમર્થકો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *