ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં બે રાઉન્ડ પુરા થયા છે પરંતુ જે વિદ્યાર્થીઓને પહેલાં કે બીજા રાઉન્ડમાં પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે તેને તેમણે કેન્સલ કરાવ્યું નથી . તેના કારણે 22મીએ જાહેર થનારા ઈન્ટર – સે મેરિટથી થનારા પ્રવેશમાં આ વિદ્યાર્થીઓ પણ આવે તેવી શક્યતા છે . તેના કારણે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવાના ચાન્સ ઓછા થશે . બીજી તરફ વિદ્યાર્થીઓની કૂદાકૂદના કારણે પ્રવેશ પ્રક્રિયા અંતહિન બની જવાનો ભય સર્જાયો. હાલમાં કોલેજો પર વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કરાવવા આવી રહ્યાં છે . તેના કારણે કોલેજ સંચાલકોમાં પણ આૃર્ય ફેલાયું છે . સંચાલકોએ કે વિદ્યાર્થીઓએ દસ કોલેજમાં ફોર્મ ભર્યા હતા . તેમાંથી તેને પસંદગીની કોલેજમાં એડમિશન મળવા ઉપરાંત અન્ય ચોઈસ ભરેલી કોલેજમાં પણ મળ્યું હશે . પરંતુ વિદ્યાર્થી તેને કેન્સલ કરાવતો નથી . તેના કારણે આવી કોલેજમાં સીટ ખાલી નહીં હોવાનું દર્શાવે તે સ્વભાવિક છે . કેમકે વિદ્યાર્થીએ ફી તો એક જ કોલેજમાં ભરી અને હવે ઈન્ટર – સે મેરિટમાં કોલેજો 22મીએ લિસ્ટ મૂકશે ત્યારે કોલેજ પાસે આગળના રાઉન્ડથી ખેંચાતી આવતી સીટ ભરેલી જ બતાવશે . જે એક પછી એક રાઉન્ડમાં ખેંચાતી જ આવે છે . વાસ્તવમાં આ સીટ પર વિદ્યાર્થીએ એડમિશન જ લીધુ નથી . તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન મળી ચૂક્યું છે તે છેલ્લા રાઉન્ડમાં પણ આવવા પ્રયાસ કરશે .