ડભોઇ સહિત એસ.ટી નિગમના કર્મીઓની હડતાળ

તહેવારોની શરૂઆત થઈ ત્યારે થોડા દિવસોમાં દિવળીનો તહેવાર પણ નજીક હોવાથી તહેવારોના સમયમાં જ ગુજરાત એસ.ટી. વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફ્રોને હાલાકી ભોગવવાનો વારો આવશે. મળતી વિગતો અનુસાર આજે રાતથી તમામ એસ.ટી. કર્મચારીઓએ હળતાલનું એલાન કર્યું છે. જેના કારણે ૨૦ ઓક્ટોબરની મધરાતથી જ રાજ્યની તમામ એસ.ટી. બસના પૈડાં થંભી જશે. આજે બુધવારે રાતથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હળતાલ ઉપર જશે. એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓના ૨૦ જેટલા પડતર પ્રશ્નોને લઈને અમે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે ડભોઇ એસ.ટી. ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ મધ્યરાત્રીથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફ્ેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ જેવા ગુજરાત એસ.ટી. ના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે.

૨૦ મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન જાહેર કર્યું હતું. વર્ષ ૨૦૧૭થી પડતર માંગોને લઈ વિરોધ કરી રહ્યા છે. એસ.ટી વિભાગના કર્મચારીઓની ૨૦ મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હળતાલ અચોક્કસ મુદત સુધી રહેશે. આ અગાઉ પણ એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોને લઈને તેઓ દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર સરકારનો કોઈ નિર્ણય ન આવતા હવે એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના લાખોથી પણ વધુ મુસાફ્રોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં આ આંદોલનના કારણે ડભોઇ ડિવિઝનને એક જ દિવસમાં અંદાજીત રૂપિયા ૩,૦૦,૦૦૦ લાખનું નુકશાન થશે. ડભોઇ ડિવિઝન ના હજારો મુસાફ્રો હળતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસ.ટી. વિભાગ અને સરકાર વચ્ચેની જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે અચોક્કસ મુદ્દતની એસ.ટી. આ હળતાલ ક્યારે પૂરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *