અમદાવાદ માં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને દસ વિકેટે હરાવીને ૨-૧ની વિજેય પ્રપ્તી મેળવી હતી.આ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે પહેલી ઇનિંગ્સમાં ૩૮ રનમાં ૬ અને બીજી ઇનિંગ્સમાં ૩૨ રનમાં ૫ એમ કુલ ૧૧ વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.