કોરોનાના 71 કેસ જેટ્લા કેસ ને કારણે અમદાવાદમાં 16 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૭૧ પોઝિટિવ કેસ ની સાથે એક દર્દીનું  સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વિગતો જણ્વા મળી છે.છેલ્લા કેટલાક  દિવસોથી સતત કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અચાનક જ જગી ગયુ છે.શહેરના  તમામ ઝોનમાં ચાલતા રાત્રી ખાણી-પીણી બજારોમાં સઘન તપાસ શરૂ કરવા  અધિકારીઓને સુચના આપવામાં આવી છે.નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા સ્થળોમાં જોધપુર વોર્ડના રત્નદીપ એપાર્ટમેન્ટના ચોથા માળના ચાર મકાનમાં રહેતા ૧૨ લોકો,શ્રેયસ ટેકરા પાસે આવેલા કેશવબાગ એપાર્ટમેન્ટના બે મકાનમાં રહેતા આઠ લોકો,ઓશિયાન કોલોની,પ્રગતિનગરના ચાર મકાનમાં રહેતા ૧૬ લોકો,થલતેજ વોર્ડમાં આવેલી મણિચંદ્ર સોસાયટીના ચાર મકાનમાં રહેતા ૧૮ લોકો અને સફલ વિવાન ફેઝ-ટુ,એસ.જી.હાઈવે પાસે,ગોતાના પાંચ મકાનમાં રહેતા ૨૫ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક પરિસ્થિતિ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *