વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ નું ટ્વિટર એકાઉન્ટ જે વેરિફાઇડ છે અને 25 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે તે એકાઉન્ટને હેક કરવામાં આવ્યું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી હતી. ત્યારપછી આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે, હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.
તે ઉપરાંત અન્ય એક ટ્વીટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે.