પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરી કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઈસોલેટ થઈ જાય.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
કોંગ્રેસ નેતા રહી ચૂકેલા પ્રણવ મુખર્જી 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં છે. પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષની છે. વધુ ઉંમર હોવાને કારણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
કોરના વાઈરસ દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓ પણ આ મહામારીની ઝપેટમાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ સહિત અન્ય મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે