મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની મોટી જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને લઈ શકશે.આ યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યો છે. આ યોજનામાં 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને 60 ટકાથી વધારે નુકસાન થયું હશે તો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

  • યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓ
  • ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે જમીન રેકોર્ડ સાથે તથા CM ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
  • આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને SDRF યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
  • લાભ મેળવનાર ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • મંજુર થયેલ સહાય લાભ મેળવનાર ખેડૂતોના બેંક ખાતામાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
  • ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • લાભ મેળવનાર ખેડુતોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
  • ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દીઠ રૂ.8 નું મહેનતાણું ચુકવાશે.

આ જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે

અનાવૃષ્ટિ (દુષ્કાળ)
જે તાલુકામાં ચાલુ ઋતુનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસા ની ઋતુ શરૂ થાય ત્યારથી લઈને 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ ના આયો હોય એટલે કે શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતરમાં થયેલ પાકને નુકસાન થયુ  હોય તેને અનાવૃષ્ટિ એટલેકે દુષ્કાળ નું જોખમ ગણવામાં આવશે.

અતિવૃષ્ટિ
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત વિસ્તારના જિલ્લાઓ જેમ કે ભરૂચ, સુરત, તાપી,નવસારી,નર્મદા, વલસાડ અને ડાંગ માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલો હોય અને ખેતીના વાવેતરમાં કરેલા ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

કમોસમી વરસાદ (માવઠું)
15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50mmથી વધુ વરસાદ પડે અને ખેતરમાં ખેતીના પાકને નુકસાન થાય તો તે કમોસમી વરસાદ નું જોખમ ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *