નિસર્ગ સાયન્સ સેન્ટર સેક્ટર-23 ખાતે બિન ઉપયોગી ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું ઇ-વેસ્ટ કલેક્શન અભિયાન તારીખ 31મી, ઓક્ટોબર સુધી ચાલશે. પ્રથમ દિવસે ૪૦૦ કિલો ઇ-વેસ્ટનું કલેક્શન કર્યું છે. કેન્દ્ર સરકારના ગત વર્ષ-2016ના ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ઇ-વેસ્ટ નિકાલનું રીટન ભરવું ફરજિયાત છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇ-વેસ્ટ કલેક્શન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઇ-વેસ્ટ કલેક્શન નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સેક્ટર-23 ખાતે સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ઇ-વેસ્ટ ક્લેકશન કરવામાં આવ્યું હતું. ઇ-વેસ્ટમાં બલ્બ, સીએફએલ, એલઇડી બલ્બ, લેમ્પ્સ, ટ્યુબ લાઇટ. ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડિશનર, કોપીંઇંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ ટાઇપરાઇટર, ટેલેક્ષ-ફેક્સ મશીન, પ્લેઇન કોર્ડલેસ ટેલિફોન, સેલ્યુર ફોન, આન્સરિંગ મશીન, પ્રિન્ટર કાર્ટીઝ સહિતનું ઇ-વેસ્ટ કલેક્શન કરાશે. જોકે ઇ-વેસ્ટનો નિયત કરેલો ભાવ પણ આપવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્યકક્ષાના વિભાગો, કાર્યાલયો અને કચેરીઓ, સરકારી જાહેર સાહસો, બેન્ક, શૈક્ષણિક સંસ્થાઓ, મલ્ટીનેશનલ સંસ્થાઓ, ફેક્ટરીઝ અને કંપની, પેઢીઓ, જાહેર અથવા ખાનગી કંપનીઓ તેમજ હેલ્થકેર ફેસિલિટીઝ, દુકાનદારો, ઉદ્યોગો કારખાના સહિતના લોકો પોતાનો બિન ઉપયોગી ઇ-વેસ્ટ જમા કરાવી શકશે પ્રથમ દિવસે ટીવી કોમ્પ્યુટર સીપીયુ મોબાઈલ એલઇડી બલ્બ સહિતનું ૪૦૦ કિલો ઇ-વેસ્ટ આવ્યું હોવાનું નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલ પટેલે જણાવ્યું છે.