અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને એસીબીએ બુધવારે રૂ. ૮૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફ્ેલાઈ ગયો છે. અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામે સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગ રથવીએ લાંચની માંગણી કરી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ અંગે એન્ટી કરપશન બ્યુરોમાં ફ્રિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ એસીબીએ છટકું ગોઠવું હતું. જેમાં રૂ. ૮ હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ટ્રેપનું આયોજન પી.આઈ. બી.ડી. રાઠવા દ્વારા કરાયું હતું. સબ રજિસ્ટ્રાર દિવાળી ટાણે લાંચ લેતા રંગે હાથ પકડાતા સરકારી કચેરીઓ અને બાબુઓમાં ફ્ફ્ડાટ ફ્ેલાઈ ગયો છે. હજુ એક વર્ષ પહેલાજ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રજૂઆતો ઉચ્ચકક્ષા સુધી પહોંચતા તપાસનો રેલો આવ્યો હતો. જેમાં અધિકારીઓને બચાવવા માટે દલાલો પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. અંકલેશ્વરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દલાલોની જ બોલબાલા જોવા મળી રહી અને . ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનાં ગજવા ખંખેરતા દલાલોનું જ જોર કચેરીઓ જોવા મળી રહ્યુ