અમદાવાદ , સુરત સહિત વિવિધ શહેરોમાં કોવિડ – 19ના દર્દીઓને સારવાર પૂરી પાડતી હોસ્પિટલોમાં સર્જાયેલી ભીષણ અને જીવલેણ આગ દુર્ઘટનામાં કેટલાંક દર્દીઓના મોત નીપજ્યા હોવાની અને કેટલાંક લોકો ગંભીર રીતે દાઝી ગયા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે જીવલેણ આગ દુર્ઘટનાઓ અંગે ગંભીર વલણ અપનાવીને ફાયર સેફ્ટી મામલે હોસ્પિટલોની ગંભીર બેદરકારીને સાંખી નહીં લેવા અંગે કડક વલણ આપનાવ્યું અને. લગભગ 30 વર્ષ પહેલાં હોસ્પિટલ અને નર્સિંગ હોમ બનાવવામાં આવ્યા હતા ત્યારે હાલની જેમ ફાયર સેફ્ટીના નિયમો અમલી નહોતા તેમજ મોટાભાગની હોસ્પિટલો ‘ ગામતળ ‘ માં આવેલી હોવાથી નવા નિયમોનું પાલન કરીને રીટ્રોફિટિંગ કરવાનું પણ મુશ્કેલ હોવાનું તબીબો અને સ્કુલ સંચાલકોનું કહેવું.