શાકભાજીના ભાવમા ભડકો

નવરાત્રિ પર્વ અને દશેરાની પુર્ણાહુતિ બાદ શરદ પુનમ અને દીવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આમલોકોને દઝાડે એટલી હદે શાકભાજીના ભાવમા ભડકો થયો છે. કેટલુક બકાલુ ફ્રુટ કરતા પણ મોંઘુ થતા શરદપુનમમા શાકભાજીના બદલે ડ્રાયફ્રૂટ ઉંધિયુ સસ્તુ રહેશે એવી કોમેન્ટ થઈ રહી છે. ૧૦ થી ૩૦ રૃપિયાના ભાવે મળતા શાકભાજીના ભાવ સરેરાશ રૃપિયા ૫૦ થી લઈને ૨૦૦ સુધી પહોંચી જતા ગૃહિણીઓના બજેટ વિખેરાયા છે. પાછોતરા સાર્વત્રિક વરસેલા વરસાદે સમસ્યાઓ સર્જી છે. ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે શાકભાજીના ભાવમાં ફ્રી વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં ૭૦થી ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ૨૦ દિવસ પહેલા ર થી ૩ રૃપિયે કિલો વહેચાતા મરચાનો ભાવ રૃા. ૩પના કિલો થઈ ગયો છે. માર્કેટીંગ યાર્ડમાં આવક તો થઈ રહી છે. પરંત માંગ વધુ હોવાથી તાત્કાલીક નિકાલ થઈ રહ્યો છે. ૨૦ દિવસ પહેલાની સરખામણીએ હાલ ૩૦-૪૦ ટકા માલની ઘટ સર્જાણી છે. સૌથી વધુ ગુવાર, ગીસોડા, ટમેટા, ભીંડો, પાલક, મેથી, કોથમરીના ભાવ વધુ છે. શાકભાજીની આવકનુ પ્રમાણ મર્યાદિત રહેશે તો દિવાળી સુધી ભાવ વધારો યથાવત રહેશે. માર્કેટમાં સૌથી વધુ મોંઘી કોથમરી ૨૦૦ ની કિલો, મેથી રૃા.૨૫૦ની કિલો, લીંબુ રૃા. ૧૦૦ કિલો ટમેટા રૃા.૧૦૦ કિલો, દૂધી રૃા.૬૦ કિલો, રીંગણા રૃા.૭૦, ગુવાર રૃ.૮૦ ના વહેચાઈ રહ્યા છે. બટેટાના ભાવ થોડી હળવાશ આપે છે. વેપારીઓનું કહેવું છે કે, આવક વધે એટલે દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટવાની સંભાવના છે.
ભાવ વધવાને કારણે લોકોએ ખરીદીમાં પણ કાપ મૂકયો છે. જરૃરીયાત મુજબ શાકભાજી ખરીદી રહ્યા છે. તેમજ લોકો કઠોળ તરફ્ વળ્યા છે. અત્યારે શાકભાજી ફ્ળથી પણ મોંઘુ થઈ ગયું છે. સફ્રજન રૃા.૧૦૦-૧૨૦, સંતરા રૃા.૩૦-૫૦, નારંગી રૃ. ૪૦-૬૦, જામફ્ળ રૃા. ૫૦-૬૦, સીતાફ્ળ રૃા.૬૦-૧૦૦, દાડમ રૃા.૧૨૦-૧૪૦ ના કિલો વહેંચાય રહ્યું છે. હાલ આ તમામના ભાવ સામાન્ય છે માલની આવક પણ થઈ રહી છે. શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય લોકોને જીવન જરૃરીયાતની વસ્તુની ખરીદી પર કાપ મુકવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *