IPL માં વરુણ શર્મા કોમેડીનો તડકો લગાવશે

પોતાની કોમિક ટાઈમિંગ ના કારણે પ્રખ્યાત એક્ટર વરુણ શર્મા હવે અનોખા અંદાજમાં ક્રિકેટ મેચ કોમેન્ટ્રી કરતો જોવા મળશે. Fukrey ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર વરુણ શર્મા હવે ક્રિકેટની કોમેન્ટ કરતો જોવા મળશે. વરુણ શર્મા આ આગવા અંદાજમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. ભારતમાં ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સાત વર્ષો જૂનો છે ઘણીવાર ક્રિકેટના ખેલાડીઓ અને કલાકારો એક સાથે જોવા મળ્યા છે જ્યારે આવું થાય છે ત્યારે ક્રિકેટના ચાહકો અને ફિલ્મોના ફેન્સ ભરપૂર મનોરંજન મેળવે છે. આવું જ ફરી એકવાર ડિઝની પ્લસ હોસટાર પર જોવા મળશે. આ વખતે ક્રિકેટ એક્શન માં મનોરંજન જોવા મળશે. આ અંગે વરુણ શર્માએ જણાવ્યું હતું કે સામાન્ય માણસની જેમ તેને પણ ક્રિકેટ ખૂબ જ ગમે છે જ્યારે તેમને આ ઓફર આવી ત્યારે તેમણે તુરંત જ હા કહી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *