જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયો હતો. વડોદરા, અમદાવદ, જૂનાગઢ પોલીસે બાતમીદારોની મદદથી ઓપરેશન પાર પાડયું હતું. પોલીસ હાલ પીડિતાને અલગ અલગ જગ્યાએ લઇને પુરાવા એકત્ર કરી રહી છે. રેપ કેસના આરોપી રાજુ ભટ્ટની ધરપકડ મામલે જૂનાગઢ પોલીસનું ભેદી મૌન. વડોદરા પોલીસને આરોપી સોપવામાં આવશે. આરોપી ક્યાંથી ઝડપાયો ? કોણે આશરો આપ્યો હતો તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે.
