વણાંકબોરી ડેમ વિયર ઓવરફ્લો, ખેડા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

ખેડા,આણંદ જિલ્લાનો જીવાદોરી સમાન વણાકબોરી વિયર સાડા ત્રણ ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વધુ વરસાદને લઇ કડાણા ડેમમાંથી 24.666 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી વિયરમાંથી 21.616 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયુ છે. ડેમમાંથી વધુ પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે થઈ છે. જેથી ખેડા જિલ્લા વહીવટીતંત્રને સતર્ક કરાયું છે. મહીસાગર નદીના તટ પર આવેલા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે. સાથે સાથે 3.050 ક્યુસેક પાણી મહી કેનાલમાં પણ છોડાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *