ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા

વડગામ વિધાનસભાના ધારાસભ્ય દલિત નેતા જીજ્ઞેશ મેવાણી વિવિધત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર ખેસ ધારણ કરી વિધિવત રીતે જોડાયા હતા. અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. એટલે આવનારી વિધાનસભાની ચૂંટણી જીગ્નેશ મેવાણી જો ચૂંટણી લડશે, તો હવે કોંગ્રેસના મેન્ડેડ પરથી ચૂંટણી લડશે. પરંતુ કઇ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે એ તો ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્લામેન્ટ્રી બોર્ડ નકકી કરશે પરંતુ હાલમાં જીગ્નેશ મેવાણી આ પ્રકારના યુટન થી રાજકીય ખળભળાટ મચાવ્યો છે. આ સાથે JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ કોંગ્રેસમાં જોડાયા. આ સમયે ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *