સ્માર્ટ સીટીમાં ભૂવાની ભરમાર

અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના છાશવારે બનતી હોય છે. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાની કામગીરી કરતી હોય છે. પરંતુ સામાન્ય વરસાદમાં રોડ બેસી જાય છે. શહેરના સરખેજ વિસ્તારમાં રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો. ભૂવામાં એક રિક્ષા ગરકાવ થઈ જેમાં ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ પણ થઇ છે. આવા અનેક બનાવ અવાર નવાર બનતા હોય છે. જેમાં મોટા અકસ્માત સર્જાય તો લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *