અમદાવાદ રેલવે ડિવિઝનનાં DRMએ પાટણ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

પાટણ-ભીલડી અને પાટણ મહેસાણા બ્રોડગેજ રેલવે લાઈનની સુવિધા ઉપલબ્ધ બનતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ પાટણ રેલવે સ્ટેશનની અવારનવાર મુલાકાત લઇ જરૂરી સુવિધા ઉપલબ્ધ બને તે માટે પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે રવિવારના રોજ અમદાવાદ રેલવે ડિવિઝનમાં ડીઆરએમ તરુણ જૈન પાટણ રેલવે સ્ટેશનની ઔપચારિક મુલાકાત તેમજ પાટણ રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા.

અમદાવાદ રેલવે વિભાગના ડીઆરએમ તરુણ જૈન પાટણ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું મહેસાણા રેલવે ડિવિઝનના ઇજનેર રાજીવજી સિંગ, પાટણ રેલવે સ્ટેશન પ્રબંધક એમ એચ પઠાણ, ઉપ સ્ટેશન પ્રબંધક પી આર મીના દ્વારા બુકે આપી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *