કોરોના હળવો થતા જ હવાઇ મુસાફરોની સંખ્યામાં પાંચ ગણી વધી ગઈ છે. છેલ્લા 3 મહિનામાં જ સુરત એરપોર્ટથી અવર જવર કરતા હવાઇ મુસાફરોની સંખ્યા 15 હજારથી 78 હજાર પર પહોંચી છે. ડિરેકટર અમન સૈનીએ જણાવ્યું હતું કે વર્ષ-2021ના એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસો વધતા એરપોર્ટ પર આરટીપીસીઆર ફરજિયાત કરવામાં આવ્યું હતું.આમ, આવી સ્થિતિને પગલે ખૂબ જ અગત્યના કામકાજથી જ મુસાફરો હવાઇ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા હતા