છાશમાં ગુલાબ જળ મિક્સ કરી લગાવવાના 4 સરસ ફાયદા

જો તમે અત્યાર સુધી છાશ માત્ર પીવો છો તો તમને આ જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે તેનો ઉપયોગ ત્વચાની સુંદરતાને નિખારવા માટે પણ કરાય છે. સુંદરતા નિખારવા માટે છાશનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો રૂને છાશમાં ડુબાડીને કે પછી છાશમાં ગુલાબ જળ મિક્સ કરી ત્વચા પર લગાવો આવુ કરવાથી તમને
4 ફાયદા થશે આવો જાણીએ.

1. છાશ ત્વચાને મૉઈશ્ચરાઈજર કરવાની સાથે જ ક્લીંજરનો પણ કામ કરે છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે તમારી સ્કિનથી ગંદકીને કાઢી બહાર કરી નાખે છે.

2. છાશ તમારી સ્કિનની રંગને આછો કરવામાં મદદગાર હોય છે. તેમાં રહેલ લેક્ટિક એસિડ અને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ ચેહરાની રંગને નિખારવાની સાથે-સાથે સ્કિન પરથી ગાઢ નિશાન હટાવવામાં મદદ કરે છે.

3. સ્કિનના ટેક્સચરને સારું કરવા માટે તમે છાશમાં હળદર પાઉડર અને ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચેહરા પર 15-20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ હળવા હૂંફાણા પાણીથી
ચેહર ધોઈ લો.

4. જો તમારી ત્વચા પર ટેનિંગ થઈ ગઈ હોય તો તમે ઠંડી છાશમાં ટમેટાના રસ મિક્સ કરો હવે આ મિશ્રણને તમારા ચેહરા પર અને બીજા પ્રભાવિત સ્થાન પર લગાડો. ત્યારબાદ તમે આશરે એક કલાક પછી ચેહરા ધોવો. તેનાથી તમારી સ્કિનને ઠંડક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *