સુરતના હીરા વેપારી સાથે દિલ્હીમાં સેલ્સમેન દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાના ઘટના સામે આવે છે. સુરતના મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડિંગમાં આવેલ સંસ્કાર ડાયમંડ નામની હિરાની પેઢીનો દિલ્હી ખાતે રહેલા સેલ્સમેન દ્વારા વેચાણ કરવા માટે આપેલા તૈયાર હીરા પૈકી રૂપિયા 1.16 કરોડના 37.28 કેરેટના 23 નંગ હિરા સગેવગે કરી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે આ સેલ્સમેન દિલ્હી ખાતેનું મકાન અને મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગયો છે.
પેઢી દ્વારા બજારમાં ચાલતા રફ હિરા, તૈયાર હિરા જંગડ ઉપર તથા ખરીદી કરતા હતા અને સારો ભાવ આવે ત્યારે નફો મેળવી વેચાણ કરવામાં આવે છે. પેઢીનો મુખ્ય વેપાર સુરત, દિલ્હી અને મુંબઈ રહેલો છે.
દિલ્હીમાં કારેલબાગ ખાતે આવેલ હિરા મુકવા માટેના સેફ વોલ્ટની ચાવી પણ સોંપી દેવાઈ હતી. જ્યારે દિલ્લીના માનસરોવર ગાર્ડન ખાતેના મકાનમાં તપાસ કરતા ત્યાં પણ તે મળ્યો નહોતો અને તેના પિતાને ફોન કરતા કોઈ સંતોષકારક જવાબ સામે આવ્યો નહોતો. અશોકભાઈને ખ્યાલ આવી ગયો હતો કે, ભરત રાજપુતે તેમની પેઢીના રૂપિયા 1.16 કરોડના હિરાની છેતરપિંડી કરી નાસી છુટ્યો છે. બનાવ અંગે પોલીસ દ્વારા અશોકભાઈની ફરિયાદ લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.