ગાંઠિયા ખાતા પહેલા સાવધાન, આંતરડા ચીરી નાંખે તેવી વસ્તુની તેમાં ભેળસેળ થાય છે

ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. આવામાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો.

ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. જો તમને પણ ગાંઠિયાનો ચટકો હોય અને બહારના ગાંઠિયા ખાવાના શોખ હોય તો ચેતી જજો. ગાંઠિયા ખાવાના શોખમાં ક્યાંક તમે તમારા પેટમાં વોશિંગ પાવડર તો નથી પધરાવતા ને!! રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો ઉપયોગ થતો હોવાનુ સામે આવ્યું છે. આ પાંચ એકમમાંથી ત્રણમાં વોશિંગ સોડાનો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. વેપારીઓ વધુ નફો કરાવવાના લાલચે ગ્રાહકોના જીવ સાથે ચેડા કરે છે. ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. જે લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે.

ગાંઠિયાથી શરીરને નુકસાન
ગાંઠિયા તમારા શરીરને મોટાપાયે નુકસાન કરી શકે છે. ગાંઠિયા ખાવાથી આંતરડા ને હાજરીને નુકસાન પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *