કોરોનાના કારણે મૃત્યુ થયું છે તો આપશે 50 હજાર રૂપિયા, જાણો વાઈરલ મેસેજ પાછળનું સત્ય છેતરપીંડી

છેલ્લા થોડા સમયથી યુપી-બિહાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અવારનવાર લુટફાટ, ચોરી, છેતરપીંડીની ઘટના સામે આવતી રહે છે. આ બાબતમાં એક અલગ રીતે કરવામાં આવેલ છેતરપીંડી સામે આવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નામે લોકો સાથે છેતરપીંડી કરવામા રહી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને WHO દ્વારા 50 હજાર રૂપિયાની સહાય આપશે તેવી લાલચ આપવામાં આવે છે. લોકોને લિંક મોકલીને વ્યક્તિની બેંકની માહિતી ભરાવવામાં આવે છે, ત્યારબાદ વ્યક્તિને ટેકસ પેટે રૂપિયા ચૂકવવાનું કહેવાય છે.

તેની સાથે વ્યક્તિ જો રૂપિયા ચૂકવી દે તો કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. લોકો સાથે આ રીતે છેતરપીંડી કરવામાં આવી રહી છે. જેના કારણે એ તો સ્પષ્ટ છે કે લોકો કોરોનાનો ફાયદો ઉઠાવી લોકોને અલગ-અલગ રીતે છેતરવામાં આવી રહ્યા છે. જ્યારે હાલના સમયમાં સોશિયલ મીડિયાથી સચેત રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *