એજાઝ ખાન ત્રણ મહિનાથી જેલમાં છે

એજાઝ ખાન ત્રણ મહિનાથી જેલમાં છે. તેના ઘરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યુ હતુ અને એ પછી તેની ધરપકડ થઈ હતી. એનસીબી દ્વારા 30 માર્ચે દરોડો પાડવામાં આવ્યો હતો. અભિનેતાના ઘરેથી એવા ડ્રગ્સ મળ્યા હતા જે ભારતમાં બેન છે. બીજા દિવસે એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

તે વખતે તે રાજસ્થાનથી પરત ફર્યો હતો અને મુંબઈ એરપોર્ટ પર જ તેની ધરપકડ થઈ હતી. એનસીબીનુ કહેવુ છે કે, એજાઝ ખાન ડ્રગ પેડલર શાદાબ ફારુખ શેખની સિન્ડિકેટનો હિસ્સો છે. એજાઝની ધરપકડના એક અઠવાડિયા પહેલા જ શેખની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી બે કિલોથી વધારે મેફેડ્રોન દવા મળી આવી હતી.

શાદાબ શેખની પૂછપરછમાં એજાઝ ખાનનુ નામ સામે આવ્યુ હતુ. જોકે એડાઝ ખાને દાવો કર્યો હતો કે, મારા ઘરેથી કશું મળી આવ્યુ નથી અને હું નિર્દોષ છું. મારે ડ્રગ્સ સાથે કોઈ લેવા દેવા નથી. મારા ઘરે જે દવા મળી આવી છે તે ઉંઘવાની દવા છે. મારી પત્ની ડિપ્રેશનની શિકાર હોવાથી આ દવા લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *