રાહુલ વૈદ્ય અને દિશા પરમાર લગ્નના બંધનમાં બંધાશે

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર આગામી 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ પ્રસંગે તેમના ચાહકોની ઈચ્છા પૂર્ણ થઇ છે; અને તેમને શુભેછાઓ પાઠવી રહ્યા છે.

રાહુલ વૈદ્ય અને દિશા પરમારે એક નાનકડી ઇવેન્ટમાં એક બીજાને તેમનો જીવનસાથી બનાવવાનો નિર્ણય લીધો છે. વૈદિક મંત્રોચ્ચાર અને ગુરબાની શબદની વચ્ચે બંને એક બીજાનો હાથ પકડશે.

‘બિગ બોસ 14’ ફેમ સિંગર રાહુલ વૈદ્યે બે અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, ” તે જલ્દીથી લગ્ન કરવા જઇ રહ્યો છે. હવે સમાચાર છે કે રાહુલ 16 જુલાઈએ તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ જોડાશે.

‘બિગ બોસ’ ના ઘરની બહાર આવ્યા પછી રાહુલે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંને ત્રણ-ચાર મહિનામાં લગ્ન કરી લેશે. પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને બંનેએ પોતાનું આયોજન બદલી નાખ્યું હતું, હવે તેઓ 16 જુલાઇએ લગ્નના બંધનમાં બંધાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *