મ્યુકરમાઈકોસીસ રોગની સારવાર માટે ઇન્જેક્શનની કાળાબજારી

પોલીસે બાતમીના આધારે ૨ આરોપીની કરી ધરપકડ, રૂ.૧.૪૦ લાખના ૨૦ ઇન્જેક્શન કબ્જે લેવાયા.

સુરેન્દ્રનગરમાં કોરોના કેસ ઘટતા લોકોમાં થોડી રાહત થઈ હતી પરંતુ સામે મ્યુકર માઈકોસીસના કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આ રોગને કાબુમાં લેવા દર્દીને આપવામાં આવતા ઇન્જેક્શનનો કાળો કારોબાર શહેર એ. ડીવીઝન પોલીસે ઝડપી બે આરોપીઓને 20 ઇન્જેક્શન સાથે ઝડપી પુછપરછ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકર માઈકોસીસના કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે ઇન્જેક્શન ખુબ જ મહત્વના હોઇ છે પરંતુ દર્દીઓમાં આ ઇન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો કાળા બજારી કરી રૂપીયા રળી લેવાની લ્હાયમાં માનવતા નેવે મુકી વધુ રૂપીયા પડાવી લોકોની મજબુરીનો લાભ લેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આવો જ એક ગોરખ ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા લીંબડી ખોડીયારનગરમાં રહેતા દલસુખ પરમારને દબોચી તેની તલાસી લેતા મ્યુકરમાઈકોસીસની સારવારના 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *