જેમ જેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેમ તેમ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ ફાટી નીકળ્યા છે. તમને યાદ હશે કે ભાજપની સરકાર આવ્યા પહેલા પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનેક પ્રદર્શન થતા હતા.
સરકાર બદલાતા લોકોને આશા હતી કે ભાવ ઘટશે. પરંતુ ભાવ તો તે સમયની તુલનામાં વધુ પ્રમાણમાં વધ્યા. અને હવે ફરી વિરોધ પ્રદર્શનોનો સમય શરુ થયો છે. ભારત ક્રિએટીવ લોકોથી ભરેલો દેશ છે એ તો માનવું જ પડે. વિરોધ પ્રદર્શનમાં પણ એવા આઈડીયા લઇ આવે છે કે વાયરલ થઇ જાય.આવી જ એક ઘટના તેલંગાનામાં બની છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અહીં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ એવો વિરોધ કર્યો કે વાયરલ થઇ ગયા. જી હા આ વિરોધમાં કાર્યકરોએ પોતાના જ એક કાર્યકર્તાનું બાઈક સાગર લેક એટલે કે તળાવમાં સ્વાહા કરી દીધું.અને માંગ કરી કે પેટ્રોલ ડીઝલમાં વધેલા ભાવને પરત ખેંચવામાં આવે.પ્રદેશ એકમ અધ્યક્ષ એન ઉત્તમકુમાર રેડ્ડી, કાર્યકારી પ્રમુખ એ રેવંત રેડ્ડી અને પોન્નમ પ્રભાકર, સાંસદ કોમતી રેડ્ડી, વેંકટ રેડ્ડી, સીએલપી નેતા ભટ્ટી વિક્રમાર્ક, ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી, AICC પ્રવક્તા દાસોજુ શ્રવણ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પેટ્રોલ પમ્પ આસપાસ વિરોધ પ્રદર્શન કર્યું હતું.