મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે

મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે હજુ તો ચોમાસાની શરુઆતના માત્ર 11 દિવસમાં જ એક મહિનાનો વરસાદ પડી ગયો છે.

મુંબઇમાં 11 દિવસમાં 560 મિલીમિટર કરતા વધારે વરસાદ પડ્યો છે, જે હજુ પણ શરુ છે. આ સિવાય આગામી બે દિવસ પણ આવે ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. જેના કારણે હવામાન વિભાગે મુંબઇ, ઠાણે, રત્નાગિરી અને રાયગઢમાં રવિવાર સુધી હાઇ એલર્ટ જાહેર કર્યુ છે.મુંબઇમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન બાદથી સતત વરસાદ શરુ છે. ભારે વરસાદને કારણે અંધેરી સબવેમાં પાણી ભરાયા છે.

કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઇ માટે તો દર વર્ષે ચોમાસુ આ પ્રકારની મુસીબત લઇને આવે છે. માત્ર અમુક કલાકના વરસાદથી જ ત્યાંનુ જનજીવન અસ્ત વ્યસ્ત થવા લાગે છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 અને 14 જૂનના દિવસે મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેની આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બીએમસી દ્વારા પણ લોકોને દરિયા નજીક જવાની ના પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *