મ્યુકરમાઈકોસીસની સારવારમાં વપરાતા ઈન્જેક્શનની કાળાબજારી કરતાં એક ઇસમની ધરપકડ

અમદાવાદમાં મ્યુકરમાઈકોસીસની સારવારમાં વપરાતા ઈન્જેક્શનની કાળાબજારી કરતાં એક ઇસમની ધરપકડ કરી તેની પાસેથી 42 ઈન્જેક્શન કબ્જે કર્યા છે.

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શન ની કાળાબજારી પછી નવી મહામારી મ્યુકર માઈકોસીસ ની સારવારમાં વપરાતા ઈન્જેક્શનની કાળાબજારી સામે આવી છે.અનેક લેભાગુ તત્વો મોટી કિંમત કાળાબજારી કરી રહ્યા છે ત્યારે અમદાવાદ અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની કાળાબજારી કરતા એક ઈસમની ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે.

કાળા બજારી કરતો હિતેશ મકવાણા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે.આ શખ્સ અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને પોલીસે તેને મ્યુકર માઈકોસીસની બીમારીના ઈન્જેક્શનની કાળાબજારી કરતા રંગે હાથ ઝડપી લીધો છે ઈસનપુર વેપારીના મિત્રના સગાને બ્લેક ફંગસની સારવાર રાજકોટમાં ચાલતી હોવાથી આરોપીનો સંપર્ક થયો હતો અને તેણે વેપારીને 7 લાખ 97 હજાર રૂપિયામાં 42 ઈન્જેક્શન આપ્યા હતા.

જે 42 ઇન્જેક્શન માંથી 22 ઈન્જેક્શન દર્દીને આપવા છતાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો ન થતા તબિયત વધુ બગડતા વેપારીને શંકા જતા તેણે ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ ફરિયાદ કરતા ઈન્જેક્શનનો જથ્થો પરીક્ષણ માટે રવાના કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *