શું માસ્ક વિના બાળકો સલામત રહી શકે છે?

કોરોના કાળમાં માસ્ક પહેરવું દરેક માટે ફરજીયાત છે. માસ્ક વિના ફરતા વયસ્ક માટે દુનિયાના ઘણા દેશમાં દંડ ની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ત્યારે નાના બાળકો માટે માસ્ક ને લઇ અવારનવાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. નાના બાળકોને માસ્ક પહેરવાનું મુશ્કેલ કાર્ય છે. બાળકો તરત જ માસ્ક કાઢી નાખે છે અથવા પહેરતા જ નથી. જેને લઇ વયસ્ક ને ઘણી ચિંતા સતાવતી હોય છે. અને પ્રશ્ન ઉભો થાય છે કે જો બાળકો માસ્ક પહેરતા નથી, તો શું તેઓ સલામત છે?

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, બે વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકોએ માસ્ક અથવા અન્ય કોઈ કપડા વડે ચહેરાને ઢાંકવા જોઈએ નહીં. નાના બાળકોમાં માસ્ક ને કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવી, બેભાન થવું, અથવા પોતાની જાતે માસ્ક કાઢવામાં અસમર્થ હોવું, વિગેરે સમસ્યાઓ સર્જાઈ શકે છે. સહાય વિના માસ્ક દૂર કરવામાં અક્ષમ છે.

નાના બાળકોએ માસ્ક કેમ ન પહેરવા જોઈએ?

બાળકોમાં નાના વાયુમાર્ગ હોય છે, તેથી તેમને માસ્ક સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. તેથી, માસ્ક પહેરેલા નાના બાળકોમાં ગૂંગળામણનું જોખમ રહેલું છે. જો માસ્ક ખૂબ કડક હોય, તો તે બાળકોમાં શ્વાસ સંબંધી સમસ્યા સર્જી શકે છે. અને જો ઢીલું હોય તો તે જરૂરી સુરક્ષા પ્રદાન કરશે નહીં. બહુ ફીટ માસ્ક નાના બાળકો પોતાની રીતે નહિ ઉતારી શકે તો તેમનો ગૂંગળામણ પણ થઈશકે છે.

મોટાં બાળકો ચોક્કસપણે તેમના માસ્ક ઉતારી શકે છે, પરંતુ તેને લઇ તેમના ચહેરાને વધુ વખત સ્પર્શી શકે છે. જે યોગ્ય નથી. આ સિવાય, નાના બાળકો માટે હજી સુધી કોઈ એન 95 માસ્ક નથી. નાના બાળકો માસ્ક પહેરી શકતા નથી, તેથી તેમને ગીચ વિસ્તારોમાં ન લઇ જવા જોઈએ. જો કે, જો આ શક્ય ન હોય તો બાળકને સુરક્ષિત રાખવા માટે આવી સાવચેતી રાખવી.

– જો બાળક નાનું હોય તો તેને બેબી કેરિયરમાં લઇ જાવ અને તેનો ચહેરો તમારી બાજુ રાખો. બાળકને તમારા શરીરની નજીક રાખવાનો પ્રયાસ કરો.

બાળકનેબેબી સ્ટ્રોલરમાં મૂકી શકાય . બેબી સ્ટ્રોલર માટે રેનપ્રૂફ પ્લાસ્ટિક શીટ કવર નો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.

નાના બાળકોને કેવા પ્રકારનો માસ્ક પહેરવો જોઈએ?

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, જો તમે બે વર્ષ સુધીના બાળકોને માસ્ક પહેરાવો છો તો આ માર્ગદર્શિકાઓ જાણવાનું ભૂલશો નહીં.

– માસ્ક બાળકના ચહેરા પર ખાસ કરીને ગાલ પર આરામદાયક રીતે ફીટ થવો જોઈએ.
– માસ્કમાં કાનની લૂપ્સ હોવી જોઈએ.
– માસ્કમાં ઓછામાં ઓછા 3 સ્તરો હોવા જોઈએ.
-બાળક વિક્ષેપ વિના આરામથી શ્વાસ લઈ શકે છે.
– મશીનમાં ધોઈ શકાય અને કોઈ પણ નુકસાન વગર તેને સૂકવી શકાય છે.
બાળકોને કેવી રીતે માસ્ક પહેરવા

તેમાં કોઈ શંકા નથી કે નાના બાળકો માટે માસ્ક પહેરવાનું ખૂબ મુશ્કેલ કાર્ય છે, પરંતુ તમે તેને સરળ પણ બનાવી શકો છો. તમે બાળકને પોતાને માટે માસ્ક પસંદ કરવા અથવા માસ્ક પેઇન્ટ કરવા માટે કહી શકો છો. કપડાં સાથે મેચિંગ માસ્ક લો. આવા માસ્ક બાળકોને ખુબ ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *