GIDCમાં 200 લોકોને રસી અપાઇ, શહેરમાં 62.29 % રસીકરણ પૂર્ણ

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ રસીકરણ વધારવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. હવે શહેરમાં જો 150 લોકો એક સ્થળે ભેગા થશે તો પાલિકા તે સ્થળે વેક્સિનેશનની વ્યવસ્થા કરી આપશે. બુધવારે પાલિકાએ વીસીસીઆઈ અને પોલીસની મદદથી મકરપુરા જીઆઇડીસીમાં એક જ સ્થળે કંપનીમાં 200 લોકોને રસીકરણ કર્યુ હતું.

શહેરમાં તબક્કાવાર રીતે શરૂ થયેલા વેક્સિનેશનમાં અત્યારે 18થી વધુ વયના લોકોને રસી અપાઇ રહી છે. જેના માટે સૈન્ટર વધારવા છતાં હવે રસીકરણની સંખ્યા ઘટી રહી છે. જેને લઇને પાલિકા દ્વારા સંસ્થાોઓનો સહયોગ લઇને તેનો વ્યાપ વધારવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 62.29 ટકા વેક્સિનેશન થયું છે.વડોદરા શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવે તેવા તંત્રના પ્રયાસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *