આગામી 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ

આગામી 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે.

2036ની ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય એ માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો અને હોટલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) એક એજન્સીની નિમણૂક કરશે.

એ માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સરવે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો રિપોર્ટ આપશે. અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે.

આ ઉપરાંત આ સુવિધાઓ ઊભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ એમાં કરવામાં આવશે. અગાઉ આઈઓએના પ્રમુખ બત્રાએ જણાવ્યું હતું કે 2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે એમ છે.

સ્ટેડિયમ, ગેમ્સ વિલેજ, હોટલ માટેની જરૂરિયાતો અંગે 3 માસમાં રિપોર્ટ

સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ભૂમિપૂજન વખતે અમિત શાહે સંકેત આપ્યો હતો, હવે સરકારે તૈયારીઓ શરૂ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *