મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોનસૂનનું આગમન

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોનસૂનનું આગમન થઈ ચૂક્યું હતું. આઈએમડીએ આ અંગે પુષ્ટી કરી છે. આઈએમડીના ઉપમહાનિદેશક ડો. જયંત સરકારે જણાવ્યું હતું. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 10 જૂને આવતું હોય છે.

પરંતુ આ વખતે એવરેજ અરાઈવલ ડેટ પહેલા પહોંઈ ગયું છે. ઉલ્લેખનીય છેકે આ વિસ્તારોમાં રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ચેતવ્યા હતા કે 9 જૂનથી 11-12 જૂન વચ્ચે મુંબઈ, થામે નવી મુંબઈ, રાયગઢ અને કોંકણના અનેક વિસ્તારોમાં તેજ મુસળધાર વરસાદ થઈ શકે છે.

પ્રશાસન તરફથી આ ચાર દિવસમાં માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગની માનીએ તો આજે સવારે 11 વાગ્યાને 50 મિનટર ઉપર સમુદ્રમાં 4.22 મીટર સુધી હાઈ ટાઈડ આવનારી છે. આ દરમિયાન જો ભારે વરસાદ ચાલું રહેશે તો અનલોકના કામકાજી દિવસમાં મુંબઈવાસીઓ માટે મુશ્કેલીઓમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *