ગુજરાતમાં સીરામીક ઉદ્યોગ કોરોના સમયગાળા દરમ્યાન પડી ભાંગ્યો

સમગ્ર ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સહિત કરફ્યુ જાહેર કરાયા હતા, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા અલગ અલગ તબક્કામાં લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે.

પરંતુ ગુજરાતમાં સીરામીક ઉદ્યોગ કોરોના સમયગાળા દરમ્યાન પડી ભાંગ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા સીરામીક યુનિટો પૈકી હાલ માત્ર 2 કે 3 યુનિટો કાર્યરત છે, જ્યારે બાકી તમામ યુનિટ મરણપથારીએ જોવા મળી રહ્યા છે.

ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ વધવાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જેને લઈ દેશના અનેક શહેરોમાં ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં મોરબી પછી બીજા ક્રમે સીરામીક ઉદ્યોગ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. સીરામીક ઉદ્યોગ થોડા સમય અગાઉ ધમધમી રહ્યો હતો. પરંતુ કોરોનાનું ગ્રહણ લાગતાં સીરામીક ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે.

સીરામીક ઉદ્યોગમાં વપરાતું રો-મટીરિયલ બીજા રાજ્યમાંથી આવતું હોય છે. પરંતુ લોકડાઉન હોવાના કારણે હાલ રો-મટીરિયલ પણ મળતું ન હતું. તો બીજી તરફ બજારો બંધ બંધ હોવાથી સીરામીક ઉદ્યોગમાં તૈયાર થયેલ ટાઇલ્સનું પણ વેચાણ અટકી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *